પોલીસકર્મી તોડકાંડ કેસ: રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર લગાવાશે QR કોડ
પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં QR કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે
થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ તેમજ એક ટીઆરબી જવાન કરેલ તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યુંહતું કે, રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર ઊઇ કોડ લગાવાશે. જેથી પોલીસ દ્વારા થતી હેરાનગતિ કે પરેશાનીનાં સંજોગોમાં ઊઇ કોડ સ્કેન કરી સીધી ફરિયાદ નોંધાવી શકાશે.
સરકારે કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારેહાઇકોર્ટમાંરજૂઆત કરી છે. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બનેતે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ. અમદાવાદમાં પોલીસ તોડકાંડમાં હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ કોન્સ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ.

Join the conversation